તમે ચિયા મલકથી આયા રે મનગમતા મેમોન
તમે હોમુ જોઈ મલકાયા રે મનગમતા મેમોન
તમે લટકે હાલો મટકે હાલો લાગો બવ રુપાળા રે મનગમતા મેમોન
ગોમમાં પેલીવાર જોયા રે મનગમતા મેમોન
તમે ચિયા ગોમથી આયા રે મનગમતા મેમોન
શુ છે તમારુ નોમ અને ક્યુ તમારુ ગોમ સ
આપી દ્યો સરનામુ મારા દિલને તમારુ કોમ સ
પેલી રે નજરમાં તમે ગમી રે ગયા છો
કુંવારુ આ દલડુ મારુ ચોરી રે ગયા છો
તમે આડુ જોવો અવળુ જોવો લાગો પ્યારા પ્યારા રે
મનગમતા મેમોન
તમને જોઈ દલડા ખોયા રે મનગમતા મેમોન
તમે ચિયા ગોમથી આયા રે મનગમતા મેમોન
કંચન વરણી કાયા તમારી જોરદાર લાગો છો
હોમુ જોઈ હસો છો તમે ઘાયલ કરી નાખો છો
જુવાનીયા સૌ તમારી પાછળ ગાંડા ઘેલા ફરે છે
ભાવ તમે આપો છો મને એમાં બધા બળે છે
તમને મનમાં રાખુ દિલમાં રાખુ ઘરમાં મારા રાખુ
મનગમતા મેમોન
તમને રોણી બનાવી રાખુ રે મનગમતા મેમોન
તમે ચિયા ગોમથી આયા રે મનગમતા મેમોન